Satya Tv News

અંકલેશ્વર અંબોલી ગામની સીમમાં ચોરી

ગુડ્સ ટ્રેનના સમાનની કરાય ચોરી

ધાનોલ ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા કરાય ફરિયાદ

1.6 લાખ ઉપરાંતની ચોરી મામલે નોંધાયો ગુનો

પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ

અંકલેશ્વરના અંબોલી ગામની સીમમાં આવેલ ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટના સિવિલ કામના સર સમાનની 1.6 લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઇ જતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

:
અંકલેશ્વરના અંબોલી ગામની સીમમાં ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટનું કામ ધાનોલ ઇન્ફ્રા પ્રોજેક્ટ મુંબઈ દ્વારા બિલ્ડીંગનું કામ કરવામાં આવી રહ્યું છે. જે સંદર્ભે ઘટના સ્થળે સિવિલ કામ અર્થે સરસામાન ધાનોલ ઇન્ફ્રા દ્વારા રાખવામાં આવ્યો હતો. આ સામાન પૈકી ફેબ્રીકેશનના પટ્ટા, રેલિંગ પાઇપ, સેન્ટ્રીંગ પ્રોફ્સ જેક, સ્કેટિંગ કપલિંગ મળી એક લાખ 6 હજાર 696ની અજાણ્યા તસ્કરો તસ્કરી કરી પલાયન થઇ ગયા હતા. જે અંગે ધાનોલ ઇન્ફ્રાના મહેશ ચૌધરીએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે ગુનો નોંધી આગળન વધુ તપાસ હાથ ધરી છે.

error: