Satya Tv News

ગૌમાસના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો
ગો-માસના જથ્થા સાથે એકની ધરપકડ
પૃથ્થકરણ અર્થે મોકલી વધુ તપાસ આરંભી

એંકર:-
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાગદીવાડ માંથી શંકાસ્પદ ગો-માસના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.પોલીસે પકડાયેલા શંકાસ્પદ માસના જથ્થાને પૃથ્થકરણ અર્થે મોકલી વધુ તપાસ આરંભી છે.

વોઇસ:-
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ નો કાફલો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે “અંકલેશ્વર શહેરના કાંદીવાડમાં આવેલ જાવેદ સ્ટોર નામની કરિયાણાની દુકાન સામે મકાનમાં ચિકન-મટન વેચવાની દુકાનમાં મોહમ્મદ સિદ્દીક ફકીર મોહમ્મદ કુરેશી” નાઓ પોતાની દુકાનમાં ગૌ-માસનું વેચાણ કરે છે” જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં દરોડા દરમિયાન પોલીસને ૩૮ કિલો જેટલો શંકાસ્પદ ગૌમાસનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે આ માસનો જથ્થો ગૌમાસ જ છે કે કેમ ? એ બાબતે ચોક્કસાઈ કરવા પકડાયેલ શંકાસ્પદ માંસને પરીક્ષણ અર્થે મોકલી આપી સ્થળ પર હાજર મળી આવેલ મોહમ્મદ સિદ્દીક ફકીર મોહમ્મદ કુરેશી ઉ.વ-૫૭ રહે:- મકાન નંબર-૪૩,ચાંદની પાર્ક-૧,કાગદીવાડ પાસે અંકલેશ્વર નાઓને ઝડપી પાડી વધુ તપાસ આરંભી છે.

error: