ગુજરાતમાં રખડતા શ્વાન દ્વારા અવારનવાર બાળકો પર હુમલાઓની ઘટનાઓ બનતી છે. સ્ટ્રીટ ડોગ અવારનવાર બાળકો પર હુમલાઓ કરે છે. ત્યારે ફરી એક વખત દ્વારકા જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. રખડતા શ્વાને એક બાળકી પર હુમલો કરતા તેનુ મોત થયું છે. શ્વાને એટેક કરતા 11 વર્ષની બાળકીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં શ્વાને બાળકીને બચકા ભરતા તેનું મોત થયું છે. રૂપામોરા વિસ્તારમાં રહેતા હીરાભાઈ પીપરોતરની 11 વર્ષની પુત્રી પુરીબેન પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં 11 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. હાલ તો આ ઘટનાને લઈ પરિવારમાં કલ્પાંત જોવા મળી રહ્યો છે