Skip to main content

Satya Tv News

અંકલેશ્વર નવજાત બાળકનો મામલો

દિવ્યાંગ માતાને ખસેડાય હતી સખી વન સેન્ટર

બાળકની સવાર ચાલતી હતી મમતા હોસ્પિટલમાં

પોલીસ અને ટ્રસ્ટ દ્વારા કરાવાયું પરિવાર સાથે મિલન

અંકલેશ્વર બી ડિવિઝન અને જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વરમાંથી 16 દિવસ પહેલા મળેલ અસ્થિર મગજની બીમારીથી પીડતી મહિલાને તેના પરિવાર સાથે સુખદ મૂલન કરાવ્યુ હતું.

ગત તારીખ-24મી માર્ચના રોજ અંકલેશ્વરની ડીસન્ટ હોટલ પાસેથી એક માત્ર દોઢ દિવસનું નવજાત બાળક ત્યાજી દીધેલ હાલતમાં મળી આવ્યું હતું જે બાળકીને અંકલેશ્વરની મમતા હોસ્પિટલમાં ખસેડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નજીકના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી બાળકની માતાને શોધી કાઢી હતી. જે મહિલા અસ્થિર મગજની હોવા સાથે તેણીને પ્રથમ ભરૂચની સખી વન સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી.

જ્યાં મહિલાને રહેવાની તકલીક ઊભી થતાં જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રજનીશસિંગ અને પોલીસ દ્વારા સુરતની માનવ સેવા ટ્રસ્ટ ખાતે ખસેડવામાં આવી હતી. મહિલાની સારવાર બાદ તે મધ્ય પ્રદેશની રહેવાસી હોવા સાથે તે સુરતમાં ઈંટના ભઠ્ઠા ઉપર કામ અર્થે આવી હતી. જેથી પોલીસે અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા મહિલાના પરિવારને સંપર્ક કર્યો હતો અને આજરોજ તેણીને પરિવાર સાથે સુખદ મૂલન કરાવ્યુ હતું.

error: