તહેવાર પૂરા થતાની સાથે જ ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા હોય તેમ લાગે છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં 411 જેટલા લોકોને ગરમી-લુના કારણે તાકીદે સારવાર આપી 108 ઈમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં વિગતવાર જોઈએ તો 124 જેટલા કેસો પેટમાં દુખાવાના, 106 જેટલા કેશો ખેંચ કે ચક્કર આવવાના, ત્રણ જેટલા કેસો તીવ્ર માથું દુખાવાના, 54 જેટલા કેસો તાવના અને 124 જેટલા કહેશો ઝાડા ઉલટીના નોંધાયેલ છે જેમને પ્રી-ટ્રીટમેન્ટ આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ગરમીના દિવસોમાં રાખવાની થતી તકેદારીઓ
- સખત ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો
- ગરમીમાં જો બહાર જવાનું થાય તો સુતરાઓ કપડાં પહેરવા અને મોઢાથી પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું
- નાના બાળકો કે મોટી ઉંમરના વ્યક્તિઓએ ખાસ ગરમીમાં બહાર જવાનું ટાળવું
- ગરમીમાં બજારનો ઉઘાડો કે વાસી ખોરાક ખાવાનું ટાળો
- ઠંડા પાણીના પોતા મુકતા રહેવું
- જો મજુર વર્ગ ને સતત તડકામાં કામ કરવું પડતું હોય તો દર બે કલાકે છાયડામાં 15 થી 20 મિનિટ આરામ લેવો