અંકલેશ્વર શહેરથી હાઇવેને જોડતા ઓએનજીસી ફ્લાય ઓવર બ્રિજની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતા ટ્રાફિકનો પ્રશ્ન ગંભીર બન્યો છે.
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર ઓએનજીસી ફ્લાય ઓવર બ્રિજ જર્જરિત બનતા 6 મહિના પહેલા ટ્વિન બોક્સ સેલની કામગીરી શરૂ કરવામાં આવી છે.બ્રિજની કામગીરીને લઈ તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. બ્રિજ બંધ રહેતા વાહન ચાલકો માટે ડાયવર્ઝન રૂટ આપવમાં આવ્યા છે.પરંતુ બ્રિજની કામગીરી ગોકળગતિએ ચાલી રહી છે જેના પગલે ચારેય તરફ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.ત્યારે બ્રિજની કામગીરી કરી રહેલ કોન્ટ્રાકટર દ્વારા ધીમી ગતિએ કામ હાથ ધરતા ટ્રાફિકનો પ્રશ્ન ગંભીર બન્યો છે.તેવામાં વહેલી તકે તંત્ર દ્વારા આ કામગીરી ઝડપી બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.