Satya Tv News

ક્રૂડ ઓઇલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયો
ચાર ઇસમોને ઝડપી પડ્યા
2.18 લાખનું ક્રૂડ ઓઇલ મળ્યું
કુલ 19.75 લાખનો મુદ્દામાલ કબ્જે

અંકલેશ્વર શહેર એ ડિવિઝન નવાદીવા ગામના કૈલાસ ટેકરીમાંથી ક્રૂડ ઓઇલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડી ચાર ઇસમોને 2.18 લાખનું ક્રૂડ ઓઇલ અને ટેમ્પો મળી કુલ 19.75 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવાદીવા ગામના કૈલાસ ટેકરીમાં રહેતો ગોપાલ રમણ વસાવા તેના ઘર પાસે તેના મળતીયા મારફતે આઈશર ટેમ્પો નંબર-જી.જે.16.એ.વી.0413માં ભરેલ બેરલમાંથી ક્રૂડ ઓઇલ ગેરકાયદેસર રીતે અલગ કારબામાં તેમજ બેરલમાં કાઢી ઓઇલ ચોરી કરી રહ્યા છે.અને હાલ ક્રૂડ ઓઇલ ચોરી રહ્યા છે.કાઢેલ ઓઇલ અને ડીઝલના કારબા,બેરલ ગોપાલના ઘરે સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે બેરલ ભરેલ ટેમ્પોની પાછળ ચાર ઇસમો પકડ પાનાં વડે બેરલનું સીલ તોડી રહ્યા હોવાનું જણાઈ આવ્યું હતું.અને ટેમ્પોમાં રહેલ 30 બેરલ પૈકી આઠ બેરલ તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા.જેમાંથી એક પાઇપ વડે ટેમ્પોમાં બેરલ આડું કરી પ્લાસ્ટિકના કારબામાં 20 લિટર ક્રૂડ ઓઇલ સગેવગે કર્યું હોવાનું સામે આવ્યું હતું.પોલીસે ઓઇલ સગેવગે કરતાં રાકેશ રાઠોડની પૂછપરછ કરતાં તે અન્ય બે કામદાર સાથે મજૂરી તરીકે આવ્યો હોવા સાથે ગોપાલ વસાવાએ ફોન કરી ઓઇલ ભરેલ ટેમ્પો આવે ત્યારે તેમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરી ગંધાર જતાં રહેવાનુ જણાવ્યુ હતું.રાકેશ રાઠોડ અને અન્ય ત્રણ ઇસમો બેરલ ઉપર લાગેલ સીલ તોડી પકડ પાનાંથી બેરલનું નાનું ઢાંકણ કાઢી પાઇપ વડે કારબામાં ક્રૂડ ઓઇલ ચોરી કરી સીલ ફેવિક્વીકથી ફિટ કરતાં હોવાની કબૂલાત કરી હતી પોલીસે 1520 લિટર ક્રૂડ ઓઇલ કિમત રૂપિયા 2.18 લાખ અને 10 લાખનો ટેમ્પો,પાઇપ,પકડ પાનાં તેમજ ઇંડિયન ઓઇલ કંપનીના નાના શીલ નંગ-3,ફેવિક્વીક મળી કુલ 19.75 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બાપુ નગર સ્થિત ગાંધી માર્કેટમાં રહેતો ટેમ્પો ચાલક નુરૂલહોડા અબ્બાસખાન સુબાખાન,મુકેશ ઝીણા વસાવા,કૌશિક ભગું વસાવા,રાકેશ ચીમન રાઠોડને ઝડપી પાડ્યો હતો જ્યારે મુખ્ય સૂત્રધાર ગોપાલ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: