Satya Tv News

અમદાવાદ: શહેરમાં રહેતી એક સગીરાને ઇન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે સંબંધ રાખવો ભારે પડ્યો છે. સગીરાએ યુવક સાથે પરિચય કર્યા બાદ તેને મળવા ગઇ ત્યારે આરોપીએ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આરોપી તેના ઘરે માતાને મળાવવા માટે સગીરાને લઇ ગયો ત્યારે પણ બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહિ આરોપીએ સગીરાના આધારકાર્ડમાં છેડછાડ કરીને કોઇ મંદિરમાં લગ્ન કર્યા હતા. બાદમાં સગીરા આરોપીના ઘરે રહેતી હતી ત્યારે આરોપીના માતા પિતાએ ઠપકો આપ્યો હતો. જ્યારે આરોપીએ ઝગડો કરીને કાઢી મૂકતા આ મામલે વાડજ પોલીસે બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: