મેષ (અ.લ.ઈ.)
મેષ રાશિના જાતકોને વાહન મશીન વગેરેથી સંભાળવું તેમજ સારા શુભ સમાચાર મળશે અને કરેલા રોકાણથી લાભ થશે, કામકાજમાં ફાયદો થશે
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકોને નોકરી અને રોકાણથી લાભ થશે તેમજ યાત્રા-પ્રવાસથી લાભ થાય અને પરોપકારના કામ કરવાથી શાંતિ મળે, માનસિક બેચેની જણાશે
મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને જોખમવાળા કામથી દૂર રહેવું તેમજ ખર્ચનું પ્રમાણ અધિક જણાશે અને શત્રુથી સામાન્ય પરેશાની જણાશે, અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ના કરવો
કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને રોકાયેલું ધન પ્રયાસ કરવાથી મળશે અને કામકાજમાં વૃદ્ધિ થશે તેમજ રોકાણ, વેપાર, અભ્યાસમાં સફળતા મળશે, મનોબળ મજબૂત બનશે
સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકોને નવા કામકાજથી લાભ થશે તેમજ આત્મબળમાં વધારો થશે અને કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે, કામમાં જવાબદારી વધશે
કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવના છે અને રાજકાજની રુકાવટો દૂર થશે તેમજ ધનપ્રાપ્તિની સંભાવના પ્રબળ બને છે, કામકાજમાં સફળતા જણાશે
તુલા (ર.ત.)
આકસ્મિક લાભ થાય અને નવા રોકાણ માટે ઉત્તમ સમય છે તેમજ વિવાદિત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે, મોટાની વાતને દિલ ઉપર ના લેવી
વૃશ્ચિક (ન.ય.)
જીવનસાથી ભાગીદારોનો સહયોગ મળશે અને વિરોધીઓ તમારાથી પરાજીત થશે તેમજ કોર્ટ કચેરી-પારિવારિક સંઘર્ષમાં સાચવવું, વ્યર્થ વાણીવિલાસથી દૂર રહેવું
ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે અને સામાજિક કાર્યોમાં યશ પ્રભાવ વધશે તેમજ વિવેકવાળા કામકાજમાં લાભ થશે, હરિફાઈવાળા કામમાં સફળતા મળશે
મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળશે અને ધંધામાં આવકની નવી તકો મળશે તેમજ સંતાનોના પ્રશ્નોથી પરેશાની રહેશે, જવાબદારીમાં વધારો થશે સાથે લાભ પણ થશે
કુંભ (ગ.શ.સ.ષ.)
મશીનરી અને વાહન બાબતે સંભાળવું અને જોખમી કામકાજથી દૂર રહેવું તેમજ વેપાર વાણિજ્યમાં મધ્યમ જણાશે, કારકિર્દીની બાબતમાં સાવધાન રહેવું
મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને યાત્રા-પ્રવાસ કે ફરવાથી લાભ થશે અને માન,પાન,પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તેમજ રોકાયેલા કાર્યોમાં ગતિ મળશે, હોંશિયારીથી કામમાં ધ્યાન આપવું