રાજકોટની બેઠક ખાતેથી આજે ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે. પરષોત્તમ રૂપાલાએ ફોર્મ ભરતા પહેલા પોતાનું શક્તિ પ્રદર્શન દેખાડ્યું હતું. તેમણે રાજકોટમાં બહુમાળી ચોકમાં જંગી જાહેરસભા સંબોધન કર્યું હતું. પરસોત્તમ રૂપાલા સાથે દિલીપ સંઘાણી, વજુ ભાઈ વાળા , વિજય રૂપાણી, રામ મોકરોયા , કેસરિદેવ સિંહ ઝાલા જયરાજ સિંહ જાડેજા સહિત નેતાઓ સભા સ્થળે પહોંચ્યા હતા. આ સભામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાતા રૂપાલાએ તેમનો આભાર માન્યો હતો.
આજરોજ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું. તેમાં આજે વિરોધોના વંટોળ વચ્ચે રાજકોટ ખાતેથી પરષોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. પરષોત્તમ રૂપાલાએ પહેલા મહાદેવના મંદિર ખાતે ભગવાનના દર્શન કર્યા હતા અને પોતાની રેલીની શરૂઆત કરી હતી. રાજકોટના આટલા વિરોધ વચ્ચે પણ રૂપાલાએ શક્તિપ્રદર્શન દેખાડ્યું હતું. રૂપાલાની આ રેલીમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા, તેમની સાથે જ ગુજરાત ભાજપના દિગ્ગજો જોડાયા હતા. રૂપાલા સાથે આ રેલીમાં દિલીપ સંઘાણી, વજુ ભાઈ વાળા , વિજય રૂપાણી, રામ મોકરોયા , કેસરિદેવ સિંહ ઝાલા જયરાજ સિંહ જાડેજા સહિતના નેતાઓ પણ જોડાયા હતા.