અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામના પદમાવતીનગરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કરી વેપારીને ઝડપી પાડ્યો હતો
ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ડો કુશલ ઓઝા દ્વારા જીલ્લામાં ગેસની બોટલમાંથી ગેરકાયદેસર રીતે મંજૂરી વિના ગેસ રીફલીંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથકના પી.આઈ.બી.એન.સગરના માર્ગદર્શન હેઠળ હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર પદમાવતીનગર સ્થિત ધનલક્ષ્મી કરિયાણા સ્ટોર નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી નાની મોટી ગેસની બોટલ નંગ-૫,ડીજીટલ વજન કાંટો અને રીફલીંગ પાઇપ મળી કુલ 8 હજારથી વધુના મુદ્દામાલ સાથે મૂળ રાજસ્થાન અને હાલ મંગલદીપ સોસાયટીમાં રહેતો સરવનકુમાર આશુરામ ખટીકને ઝડપી પાડ્યો હતો.