Satya Tv News

ઉનાળાની કાળજાળ ગરમીમાં અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો અનિયમિત રહેતા સ્થાનિકોમાં વીજ કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે.

હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં વીજકંપનીની બેદરકારી સામે આવી છે. અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન થઈ ગયા હતા.અંકલેશ્વર શહેરમાં આવેલ નવી નગરી,રામનગર અને પીરામણનાકા સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.શુક્રવારના રોજ બપોરે ત્રણ વાગ્યા બાદ બીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો જે મોડી રાત સુધી ના આવતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વીજ ધાંઘીયાથી ત્રાહિમામ લોકોએ વીજ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે વીજ કંપનીના અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ જવાબ ન અપાતા હોવાના આક્ષેપ કર્યા હતા ત્યારે કાળજાળ ગરમીમાં યોગ્ય વિજ પુરવઠો મળી રહે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.

error: