અંકલેશ્વરના જૂના દીવા ગામના વસી ફળિયામાં પુત્રી-જમાઈના ઘરે રહેવા આવેલ 72 વર્ષીય વૃધ્ધની કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
https://www.instagram.com/reel/C6VkDPngxXS/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
અંકલેશ્વરના જૂના દીવા ગામના વસી ફળિયામાં પોતાની પુત્રીના ઘરે રહેવા આવેલ 72 વર્ષીય યાકુબ મહમંદ જીણા ઘરમાં એકલા હતા તે દરમિયાન અજાણ્યા ઇસમોએ વૃધ્ધની હત્યા કરી ફરાર થઈ ગયા હતા હત્યા અંગેની જાણ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી.,ડો.કુશલ ઓઝા સહિત પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને ડોગ સ્કોર્ડની મદદ વડે હત્યારાઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે.લૂંટના ઇરાદે વૃધ્ધની હત્યા કરાય હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે પુત્રી-જમાઈ બહાર ગયા હોવાથી વૃધ્ધ એકલા ઘરે હતા તે દરમિયાન હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.