રોશની એસ્ટેટ પાસેથી મળ્યો ભંગાર
કુલ 3.46 લાખના મુદ્દામાલ કબ્જે
એસ.ઑ.જીએ ઝડપી પાડ્યો
અંકલેશ્વરના રોશની એસ્ટેટ પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો મળી કુલ 3.46 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ભરુચ એસ.ઑ.જીએ ઝડપી પાડ્યો હતો
ભરુચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના સૂચના અને માર્ગ દર્શન હેઠળ ભરુચ એસ.ઑ.જીના પી.આઈ એ.એ.ચૌધરી અને એમ.વી.તડવી સહિત સ્ટાફ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આઇસર ટેમ્પો નંબર-જી.જે.16.એ.યુ.4402માં એસ.એસ.ના પાઇપ,એસ.એસ.ના સળીયા, ટાંકી અને એસ.એસ.સ્ટીલ ભરેલ છે જે ટેમ્પો કાપોદ્રા ગામ તરફથી રોશની એસ્ટેટ બાજુ જઈ રહ્યો હતો જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી વાળા ટેમ્પોને અટકાવી તેમાં તપાસ કરતાં 1460 કિલો ભંગાર મળી આવ્યો હતો પોલીસે જરૂરી દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહી આપતા પોલીસે મૂળ યુપી અને હાલ અંસાર માર્કેટમાં રહેતા મોહમંદ મુસ્તાક મોહમંદ ખાલીક શેખને ઝડપી પાડી કુલ 3.46 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે