ગુરવારના રોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયામાંથી ભારતીય સેનાની જાસૂસી કરનાર એક કંપનીનો જનરલ મેનેજર ઝડપાયો છે. જે પાકિસ્તાનને તમામ ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હતો. ભરૂચથી જે શખ્સ ઝડપાયો છે તેનું નામ પ્રવીણકુમાર મિશ્રા છે. જે મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર રહેતો હતો.આરોપી પાકિસ્તાની એજન્ટનો હનીટ્રેપનો શિકાર થયો હતો.આ શખ્સની પૂછપરછમાં તેમજ તેનો મોબાઈલ ચેક કરતા અનેક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે.પ્રવીણકુમાર મિશ્રા મૂળ બિહારનો છે.એરોનોટિકલ એન્જીનિયરીંગની તાલીમ લઈને હૈદરાબાદમાં ડી.આર.ડી.ઓને મટીરીયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો.પ્રવીણકુમાર મિશ્રા સોશિયલ મીડિયા થકી સોનલ ગર્ગ નામનું એકાઉન્ટ ધરાવતા એક વ્યક્તિના પરિચયમાં આવ્યો હતો અને હનીટ્રેપમાં ફસાયો હતો. આ એકાઉન્ટ પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIનો હેન્ડલર ચલાવતો હતો.ISIના હેન્ડલર દ્વારા આરોપી પ્રવીણકુમાર મિશ્રા પાસેથી માહિતી મંગાવવામાં આવતી હતી અને મહત્ત્વપૂર્ણ બાબતોની જાસુસી કરાવવામાં આવતી હતી.સી.આઈ.ડી.ક્રાઇમે જાસૂસને ઝડપી પાડી તેને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ માંગતા કોર્ટે તેને 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.જ્યારે આજરોજ રિમાન્ડ દરમિયાન સી.આઈ.ડી.ક્રાઇમ તપાસ માટે તેના અંકલેશ્વર ખાતે રહેતા નિવસ્થાને તપાસ માટે લઈ આવી હતી.તેના રૂમ પરથી સામાન સહિત તેને લઈ ગઈ છે.