અંકલેશ્વરના અંદાડા રોડ પરથી ખુલ્લેઆમ સલ્ફર વેસ્ટ નાંખવાની ઘટનામાં પોલીસ એક ઇસમને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના કેટલાક વિસ્તારોમાં કેમિકલ વેસ્ટ નાશ કરવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી છે.ત્યારે અંકલેશ્વરના અંદાડા રોડ પરથી ખુલ્લેઆમ સલ્ફર વેસ્ટ નાંખવાની ઘટનામાં પોલીસવિભાગ તલસ્પર્શી તપાસ કરવામાં હરક્તમાં આવી છે.સલ્ફર વેસ્ટનો નિકાલ દહેજ કે હજીરા જીઆઇડીસીમાં ટ્રાન્સપોર્ટરોની સંડોવણી છે કે કેમ એ દિશામાં તપાસ હાથ ધરી હતી. નેશનલ હાઇવે નંબર-૪૮ પર આવેલી હોટલ નર્મદા ગેટ પાછળ અજાણ્યા ઈસમો કેમિકલ વેસ્ટનો નિકાલ કરીને રફુચક્કર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં GPCBની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને વેસ્ટના નમૂના લઇને તપાસ અર્થે મોકલ્યા હતા. શનિવારે પોલીસની હાજરીમા કેમિકલ વેસ્ટને ઉઠાવી લઇ તેના વૈજ્ઞાનિક ઢબે નિકાલની તજવીજ હાથ ધરાઇ હતી. આ કૌભાંડમાં ટ્રાન્સપોર્ટર કે અન્ય કોઈ સંડોવાયેલા હોવાનુ જણાતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.પોલીસે એક ઈસમને પકડી પાડી તેની તપાસ શરૂ કરી છે.