અંકલેશ્વર નગર પાલિકાની બિલ્ડીંગનું કલર કામ કરતાં કામદારો સેફટીના સાધનો વિના નજરે પડ્યા હતા દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઉદભવ્યા
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા કચેરીને કલર કામની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.ત્યારે બિલ્ડીંગને નવો ઓપ આપતા કામદારો સેફટીના સાધનો વિના જ નજરે પડી રહ્યા છે.ત્યારે દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઉદભવ્યા છે.ગરીબ કામદારોને જીવના જોખમે કામ કરાવતા કોન્ટ્રાકટર કે જવાબદાર અધિકારી સામે પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.