Satya Tv News

ઝાંખરામાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી
જાણ થતા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી ગયા
કંપનીઓના સંચાલકોના જીવ તાળવે ચોંટી ગયા

પાનોલીની અતુલ લિમિટેડ કંપનીના ખાલી અવાવરું પ્લોટના ઝાડી ઝાંખરામાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી જેને પગલે આસપાસની કંપની સંચાલકોમાં પણ નાશભાગ મચી જવા પામી હતી.

પાનોલી જીઆઈડીસીની અતુલ લિમિટેડ કંપનીના ટીસ્યુ ક્લચર ડિવિઝનના વિશાળ ખુલ્લા પ્લોટમાં આવેલી અવાવરું ઝાડી ઝાંખરામાં એકાએક આગ લાગી ગઇ હતી. જોત જોતા આગ વિશાળ પ્લોટમાં ઝડપ ભેર પ્રસરી જવા પામી હતી. આ અંગે પાનોલી તેમજ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને સતત પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવવાના ભરચક પ્રયત્નો આદર્યા હતા.આ આગની ઘટનાને પગલે આસપાસની કેમિકલ કંપનીઓના સંચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ કંપનીઓએ પણ પોતપોતાની ફાયર સેફટી સિસ્ટમને એલર્ટ કરી દીધી હતી.

error: