મહત્વપૂર્ણ ONGC ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે કરાયો ચાલુ
સમારકામના હેતુસર છેલ્લા 1 વર્ષથી બ્રિજ હતો બંધ
વાહનચાલકોને થશે રાહત
લાંબા ફેરાવા અને ટ્રાફિકજામમાંથી મળશે મુક્તિ
અંકલેશ્વરના વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.અતિ મહત્વપૂર્ણ ONGC ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે આજથી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે.
અંકલેશ્વર શહેર અને નેશનલ હાઇવેને જોડતાં માર્ગ પર આવેલો ઓએનજીસી ઓવરબ્રિજ આજથી વાહનો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે બ્રિજની નવીનતાની વાત કરવામાં આવે તો બ્રિજ પર દિશા સૂચક સાઈન બોર્ડ લગાવવામાં આવ્યાં છે.
આ ઉપરાંત રોડ પરથી વરસાદી પાણીના નિકાલ માટેના અડચણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે . બ્રિજ પર ડામરનું કામ કરી લેવાયું છે અને લાઇટો પણ મુકી દેવામાં આવી છે. બ્રિજ શરુ થતા જ ગડખોલ બ્રિજ તેમજ પીરામણ રોડનું ટ્રાફિક ભારણ ઘટી શકે છે. અગાઉ આ બ્રિજને 9 મહીનામાં વાહનો માટે ખુલ્લો મુકી દેવાનું આયોજન હતું પણ કામગીરીમાં વિલંબ થતાં એક વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હતો જેના કારણે જૂના નેશનલ હાઇવે પરથી પસાર થતાં હજારો વાહનચાલકોએ હાલાકી વેઠી હતી જો કે હવે બ્રિજ ચાલુ થઈ જતા વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો