મૂળ ઝારખંડ અને હાલ અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ ભગવતી ટ્રેડર્સ પાસે રહેતા ઇંદ્રદેવ ચરન ભૂઈયા ગત તારીખ-9મી મેના રોજ સાંજના સમયે અંકલેશ્વરના દઢાલથી ઝઘડીયા જી.આઈ.ડી.સી.રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપથી થોડે દૂર અચાનક ચક્કર આવતા તે પોતાની બાઇક નંબર-જી.જે.16.ડી.જે.1401 માર્ગની બાજુમાં મૂકી સૂઈ ગયા હતા તે દરમિયાન અજાણ્યો ઈસમ ઇંદ્રદેવ ભૂઈયાની 94 હજારની બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.બાઇક ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.