અંકલેશ્વર નગર પાલિકા વિસ્તારમાં દબાણકર્તાઓને દબાણ દૂર કરવા માટે મોપેડ ઉપર માઈક લઈને નીકળેલા અધિકારીઓએ અપીલ કરી હતી
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સમયાંતરે રેલવે સ્ટેશનથી ભરુચી નાકા સુધી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.શહેરમાં વધી રહી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે જાહેર માર્ગને અડીને આવેલા લારી ગલ્લા અને દુકાનદારો, તેમજ આડેધડ વાહન પાર્ક કરતા વાહન ચાલકો સામે પોલીસની ટીમ સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આજરોજ પાલિકા તંત્ર દ્વારા મોપેડ ઉપર અધિકારીને માઈક સાથે વિવિધ વિસ્તારમાં ફૂટપાથ, જાહેર માર્ગ અને અન્ય રીતે ઉભા કરેલા દબાણો હટાવી લેવા અપીલ કરવામાં આવી હતી અને જો દબાણકર્તાઓ દબાણો દૂર નહીં કરે તો તેઓની જાણ બહાર જ દબાણો દૂર કરી કાર્યવાહી કરવામાં આવશે.