Satya Tv News

મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમ ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર મારા નામ જોગ ઉશ્કેરણીજનક પોસ્ટ કરી: ચૈતર વસાવા

https://www.instagram.com/reel/C7E2lQZIVCE/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ભાજપના આગેવાનો સાથે મનસુખભાઈ વસાવાએ ડેડીયાપાડામાં આવીને શાંતિપૂર્વક માહોલને ગરમ કર્યો: ચૈતર વસાવા

જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા ખોરવાશે ત્યારે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે: ચૈતર વસાવા

અમારા સમર્થકોને પણ શાંતિની અપીલ કરીએ છીએ. પરંતુ વહીવટી તંત્રએ ભૂતકાળની જેમ ભાજપના ઈશારે ખોટા કેસો ઊભા કર્યા, તો સમગ્ર ગુજરાતના લોકો ઊભા થશે: ચૈતર વસાવા

છેલ્લા છ મહિનાના કામો થયા નથી, બારોબાર એજન્સી સાથે બેસીને તેમણે આયોજન કર્યું: ચૈતર વસાવા

શા માટે તમે એજન્સીઓ સાથે મળીને અમારા ગરીબોના પૈસા વાપરવા માટે બેઠા છો?: ચૈતર વસાવા

જો એકતરફી તપાસ થશે અને ખોટી કાર્યવાહી કે ખોટા કેસો ઉપજાવવામાં આવશે, તો આવનારા દિવસોમાં અમે હજારોની સંખ્યામાં લોકો રોડ પર ઉતરીશું: ચૈતર વસાવા

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ 6 મહિનાના પડતર કામોનો જવાબ માંગતાં, ઘણી બધી યોજનાઓમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો. આ ભ્રષ્ટાચારનો રેલો ભાજપના કમલમ સુધી પહોંચતો હોઈ તેને ડામવા ભરૂચ લોકસભાના પૂર્વ સાંસદ મનસુખભાઈ વસાવાએ તાલુકા વિકાસ અધિકારીને ધમકાવતા હોય અને સોશિયલ મીડિયાના માધ્યમ પર વાંધાજનક અને લોકો ઉશ્કેરાઈ તે પ્રકારની પોસ્ટ મૂકી. ઉશ્કેરણીજનક પોસ્ટમાં તેમણે તાલુકા પંચાયતના સભ્યોને તાલુકા પંચાયત ખાતે ભેગા થવા માટે કહ્યું હતું. આ પોસ્ટ વાંચ્યા બાદ કેટલાક યુવાનો તાલુકા પંચાયત ખાતે ભેગા થયા અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની જાણ થતા ચૈતરભાઈ વસાવા પણ આ પોસ્ટ મુદ્દે ખુલાસો કરવા માટે તાલુકા પંચાયત ખાતે ગયા હતા. ત્યારબાદ ચૈતરભાઈ વસાવાએ મનસુખભાઈ વસાવાની ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકવા બાબતે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી.

પોલીસ ફરિયાદ કર્યા બાદ ચૈતરભાઈ વસાવાએ એક વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે, મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમ ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર મારા નામ જોગ તાલુકા વિકાસ અધિકારીઓને ધમકાવવાનો આરોપ મુકેલો છે. અને તેઓએ ઉશ્કેરણીજનક પોસ્ટ કરી કે બધા તાલુકા પંચાયત ડેડીયાપાડા ખાતે પહોંચો અને હું (મનસુખ વસાવા) પણ નીકળી ગયો છું. તેમણે ભાજપના આગેવાનો સાથે આવીને ડેડીયાપાડામાં આવીને શાંતિપૂર્વક માહોલને ગરમ કર્યો છે. અમે શાંતિ છીએ એટલા માટે અમે પોલીસને જાણ કરી છે. અને જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા ખોરવાશે ત્યારે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે. અમે અમારા તરફથી પ્રયાસો કરી રહ્યા છીએ અને અમારા સમર્થકોને પણ શાંતિની અપીલ કરીએ છીએ. પરંતુ જે રીતે વહીવટી તંત્રએ ભૂતકાળમાં ભાજપના ઈશારે ખોટા કેસો ઊભા કર્યા, તેવી રીતે જો આ વખતે પણ ખોટા કેસો ઉભા કરવાની કોશિશ કરવામાં આવશે તો સમગ્ર ગુજરાતના લોકો ઊભા થશે. અને આવા ખોટા કેસો વિરુદ્ધ લાખોની સંખ્યામાં લોકો આ પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત થશે તેની પણ જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે.

ભવિષ્યમાં જો મનસુખભાઈ વસાવા અમારી સાથે બેસીને કોઈપણ વાતનું નિરાકરણ લાવવા માગતા હોય તો અમે બેસવા માટે તૈયાર છીએ કારણકે અમે શાંતિપૂર્ણ માહોલ ઈચ્છીએ છીએ. પરંતુ જો વહીવટી તંત્ર ભાજપનો રોફ જમાવવાની કોશિશ કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અમે વહીવટી તંત્ર સામે સંઘર્ષમાં ઉતરવા માટે પણ તૈયાર છીએ. જેટલો અમને સહકાર મળશે તેટલો સહકાર અમે તેમને આપીશું. જો ભૂતકાળ જેવો માહોલ ઊભો થશે તો ડેડીયાપાડામાં સંઘર્ષ ઉભો થશે. હું મારા તમામ સમાજ લોકોને અપીલ કરીશ કે શાંતિપૂર્ણ રીતે ઘરે જઈને આરામ કરો. જે પણ થશે તેને ન્યાયિક રીતે કરવામાં આવશે. આપણે સૌ સંવિધાનમાં માનવા વાળા લોકો છીએ. છેલ્લા છ મહિનાના કામો થયા નથી, બારોબાર એજન્સી સાથે બેસીને તેમણે આયોજન કર્યું, છ સાત ટકા મનરેગામાં લઈ લીધા, નલ સે જલમાં લીધા, આદિ આદર્શ ગ્રામના 68 કરોડ રૂપિયા વાપરી નાખ્યા, વિકાસશીલ તાલુકાના ત્રણ કરોડ 90 લાખ રૂપિયા વાપરી નાખ્યા, નાણાપંચના પણ પૈસા વાપરી નાખ્યા. તો શા માટે તમે એજન્સીઓ સાથે મળીને અમારા ગરીબોના પૈસા વાપરવા માટે બેઠા છો?

એટલા માટે જ કામ કરાવવાની અમારી સૂચના હતી અને આ લોકોએ ખોટી ફરિયાદ ઊભી કરવાની કોશિશ કરી છે, તો આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન આ વિસ્તારમાં ઉભું થશે. અમે સત્યની લડાઈ પર છીએ અને અમે ક્યારેય દબાઈશું નહીં કારણ કે અમે સંવિધાનને લઈને ચાલીએ છીએ. માટે અમે વહીવટી તંત્ર પાસે પણ અપેક્ષા રાખીએ છીએ કે ન્યાયિક તપાસ થાય અને નિષ્ઠાથી તપાસ થાય. જો એકતરફી તપાસ થશે અને ખોટી કાર્યવાહી કે ખોટા કેસો ઉપજાવવામાં આવશે તો આવનારા દિવસોમાં અમે હજારોની સંખ્યામાં લોકો રોડ પર ઉતરીશું અને બધાનો સામનો કરીશું.

error: