Satya Tv News

અંકલેશ્વર મામલતદાર કચેરીમાં આવક અને જાતિના દાખલાની કચેરીના કાઉન્ટરના કાચ તુટેલ હાલતમાં હોવાથી અરજદારોએ ભારે હાલાકી વચ્ચે અરજ કરવી પડી રહી છે

અંકલેશ્વરની મામલતદાર કચેરીમાં હાલ શિક્ષણ તેમજ અન્ય યોજનાઓનો લાભ લેવા માટે અરજદારો કચેરી પર આવક અને જાતિના દાખલા લેવા માટે આવી રહ્યા છે. મામલતદાર કચેરીની આવક અને જાતિ દાખલાના કાઉન્ટર નંબર-૩ & ૪ ના કાચ તુટેલ હાલતમાં હોવાથી અરજદારોએ હાડમારી ભોગવી પડી રહી છે. તેવામાં સામાન્ય નજર ચુક કે ગફલતથી અરજદારોને કાચ વાગવાથી ઈજા પહોંચવાની ભીતિ પણ રહેતી હોય છે.આ દ્રશ્યો જોતા મામલતદાર અધિકારી દ્વારા કચેરીના આવક અને જાતિ દાખલાના કાઉન્ટરના કાચ રીપેરીંગ કરવામાં આવે તો અરજદારોને રાહત થઈ શકે તેમ છે.

અત્રે નોંધનીય છે કે અરજદારોની સુવિધા માટે કાઉન્ટરો શરૂ કરવામાં આવ્યા છે પરંતુ કાઉન્ટરની તકેદારી પણ તે જ પ્રકારે રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે. જોકે અરજદારોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી કાચ તૂટેલ હાલતમાં હોય લોકોએ સાવચેતી પૂર્વક ફોર્મ જમા કે દાખલા મેળવવા માટે જવાની ફરજ પડી રહી છે.

error: