Satya Tv News

ભરૂચની એબીસી ચોકડીએ આનંદ રેસ્ટોરેન્ટ નજીક એક મોપેડ ચાલક મહિલાને ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં મોપેડ પર સવાર બે બાળકો માર્ગ પર પટકાયા હતાં.જેમાથી એક 10 વર્ષીય બાળકના ઉપર ટ્રકના ટાયર ફરી વળતા ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.જયારે બીજી બાળકીને ઇજાઓ પહોચતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.જોકે ટ્રક ચાલક ભાગી ગયો પણ ક્લીનરને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો.

ભરૂચના મનોરથ પાર્કમાં રહેતા મમતા રાજેશભાઈ પટેલ પોતાની મોપેડ ગાડી નંબર GJ-16-DQ-7099 લઈને 9 વર્ષીય પુત્રી કિયારા રાજેશભાઇ પટેલ અને 10 વર્ષીય હેનિલ ધર્મેશભાઈ કાપડિયાને બેસાડી જીએનએફસી તરફથી એબીસી ચોકડી તરફ જઈ રહ્યા હતા.આ સમયે તેઓ આનંદ રેસ્ટોરન્ટ નજીક પહોંચતા એક ટ્રક નંબર GJ-02-XX-5274ના ચાલકે તેમને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.જેમાં કિયારા અને હેનીલ માર્ગ પર પટકાયા હતા.જેમાં હેનીલ કાપડીયા ટ્રકના તોતિંગ ટાયર નીચે કચડાઈ જતાં તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર લોક ટોળા ઉમટી પડ્યા હતા.જોકે કિયારાને પણ શરીરે ઇજાઓ થતાં 108 એમ્બ્યુલન્સની મદદે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.જોકે અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક સ્થળ પર ટ્રક મૂકીને ભાગી ગયો હતો.જ્યારે ટ્રકનો કલીનર લોકોના હાથે ઝડપાઈ જતાં તેને સી ડીવીઝન પોલીસના હવાલે કર્યો હતો.ઘટનાની જાણ થતાં જ સી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી મૃતક હેનીલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ ચલાવી છે.

error: