બ્રિજમાં પડેલ તિરાડ મામલો
રાતોરાત કોન્ટ્રાક્ટરે સંકેલી લીધું
તિરાડ પૂરી ભીનું સંકેલી લીધું
અંકલેશ્વરના ઑ.એન.જી.સી. ઓવર બ્રિજમાં પડેલ તિરાડ રાતોરાત પૂરી કોન્ટ્રાક્ટરે ભીનું સંકેલી લીધું હતું.
અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી શહેરને જોડતા ઑ.એન.જી.સી બ્રિજની કામગીરી સવા વર્ષ બાદ પૂર્ણ થતાં બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.બ્રિજના એક તરફના ભાગે દીવાલમાં તિરાડ પડી હોવાના દ્રશ્યો ગઈ કાલે સામે આવ્યા હતા જે બાદ રાતોરાત કોન્ટ્રાક્ટરે તિરાડ પૂરી ભીનું સંકેલી લીધું હતું ત્યારે આ બ્રિજ ખુલ્લો મૂક્યા બાદ હજી પણ કામગીરી અધૂરી હોવાનું જણાઈ આવ્યું છે.ત્યારે તંત્ર દ્વારા યોગ્ય ચકાસણી કરી પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.