Satya Tv News

અંકલેશ્વર માં CNG DODO એસોસીએશન દ્વારા કાલે એટલે કે 13 જુન 2024 સવારે 7 વાગ્યા સુધી તમામ CNG પંપ બંધ રહેશે એવી જાહેરાત કરી છે.

અંકલેશ્વર માં CNG DODO એસોસીએશન દ્વારા યોજાયેલી મિટિંગમાં એસોસીએશને આવતી કાલે એટલે કે 13 જુન 2024 સવારે 7 વાગ્યાથી લઈ 14 જુન 2024ના સવારના 7 વાગ્યા સુધી તમામ CNG પંપ બંધ રહેશે એવી જાહેરાત કરી છે. DODO એસોસીએશને જણાવ્યું કે અદાણી કંપનીમાં ઘણી છેલ્લી વખતથી કમિશન અને ભાવ બાબતે માંગણીઓ કરવા છતાં કંપનીએ કઈ જ જવાબ ન આપતા એસોશિએશન દ્વારા વિરોધ દર્શાવવા માટે એક દિવસની હડતાલનો નિર્ણય કર્યો છે. એક દિવસની હડતાલ બાદ 14 જુન 2024થી સવારના 7 વાગ્યાથી બધા પંપ ફરી રાબેતા મુજબ ચાલુ થશે. બાદમાં
એસોસીએશને જણાવ્યું કે બાદમાં કંપની શું નિર્ણય કરશે એના પર અમે આગળની રણનીતિ તૈયાર કરીશું.

error: