Satya Tv News

અંકલેશ્વર નગર પાલિકા તંત્ર દ્વારા શહેરમાં આવેલ 58 જેટલી જર્જરિત ઇમારતો ઉતારી લેવા મકાન માલિકોને નોટીસ પાઠવવામાં આવી છે.

દર વર્ષે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા જર્જરિત ઇમારતો,બિલ્ડીંગ અને મકાન ધારકોને નોટિસ આપી મકાનો ઉતારી લેવા માટે માટે નોટિસ આપે છે.ત્યારે ચાલુ વર્ષે પાલિકા તંત્ર દ્વારા 58 જેટલા જર્જરિત મકાન માલિકોને નોટિસ આપવામાં આવી છે.પાલિકા દ્વારા સર્વે કરી અત્યાર સુધી 58 નોટિસ બજાવી છે.હાલ પણ સર્વે ચાલી રહ્યો છે જેમાં જર્જરિત મકાનો નજરે પડશે તો નોટિસ આપી ઇમારતો ઉતારી અપીલ પણ કરવામાં આવી છે.તો બીજી તરફ પાલિકાની નોટિસ સામે સવાલો ઉઠાવ્યા છે.વિપક્ષના નેતા જહાંગિર પઠાણએ 58 મકાનનન નોટિસ આપી તે પાલિકાની કામગીરી છે પરંતુ આવા મકાનો જોવાની જવાબદારી બૌડા છે.બૌડા અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી કોઈપણ જાતની પરમીશન કેટલી લેવામાં આવી છે.કોણ પરમીશન વિનાનું છે.જે કાચા મકાનો છે તેઓએ ઉપર પાકા કરી નાખ્યા છે.જે મકાનો જર્જરિત નહીં થશે તો શું થશે તે જોવાનું બૌડાનું હોવા કામ છે.પાલિકા નોટિસ આપીને છટકી જાય એના કરતાં એક કોપી બૌડામાં આપવા ઉપરાંત પાલિકા,બૌડા અને પી.ડબલ્યુ,ડી સાથે મળીને જર્જરિત ઇમારત દૂર કરે તેવી માંગ કરી છે.જ્યારે મુખ્ય અધિકારીએ જર્જરિત ઇમારતો ઉતારી લેવા મકાન માલિકોને અપીલ કરી છે.

error: