ભાજપ નેતૃત્ત્વના NCP તોડવા અને લોકસભા ચૂંટણી પહેલા અજિત પવાર જૂથ સાથે જવાથી સંઘ ખુશ નથી. સૂત્રોનું કહેવું છે કે ભાજપ અજિત પવાર સાથે સબંધ તોડીને મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની ધરાવતી શિવસેના સાથે વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરી શકે છે.ભાજપના એક સીનિયર નેતાએ કહ્યું, “RSS-ભાજપ કેડર પવાર વિરોધી નારા સાથે તૈયાર કરવામાં આવ્યો છે. સિંચાઇ અને મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેન્ક કૌભાંડના તાર જોડાયેલા હોવાને કારણે તે અજિત પવારના વિરોધી છે પરંતુ જ્યારે અજિત પવારે ભાજપ સાથે હાથ મીલાવ્યો ત્યારે અજિત પવાર વિરોધી નારો ખતમ થઇ ગયો હતો. અજિત પવારને મહાયુતી સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.”
એક નેતાએ કહ્યું, ‘લોકસભા ચૂંટણીમાં આ સ્પષ્ટ દેખાતું રહ્યું છે કે RSS-ભાજપ કેડર NCP ઉમેદવારોના પ્રચાર માટે તૈયાર નહતા. પરિણામ આ આવ્યું કે ભાજપનો આંકડો ઓછો થઇ ગયો. રિપોર્ટ અનુસાર, સંઘ કાર્યકર્તા રતન શારદાએ લેખમાં કહ્યું કે અજિત પવાર સાથે ગઠબંધન કરીને ભાજપની ‘બ્રાન્ડ વેલ્યૂ’ ઓછી કરી નાખી છે.