Satya Tv News

:
રાજપીપળા ખાતે 50 થી વધુ વાન ચાલકો પોતાનીમાંગ સાથે હડતાલ પર ઉતરવા મજબૂર થયા છે. જેને કારણે વાલી વિદ્યાર્થીઓ અને સ્કૂલોના આચાર્યો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે

રાજકોટના અગ્નિકાંડ બાદ નર્મદા જિલ્લામાં તંત્ર દ્વારા સલામતીના પગલાં લેવાનું શરૂ કરાયું છે ત્યારે સ્કૂલ વર્ધીના વાહન ચાલકો માટે વિદ્યાર્થીઑની સલામતી માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યો છે. અને મેક્સી પાસિંગ ફરજીયાત બનાવી દેવાયું છે.જ્યારે શાળા ચાલુ થતા બીજા દિવસે આરટીઓ વિભાગની તપાસ બાદ રાજપીપળા ખાતે 50 થી વધુ વાન ચાલકો પોતાનીમાંગ સાથે હડતાલ પર ઉતરવા મજબૂર થયા છે. જેને કારણે વાલી વિદ્યાર્થીઓ અને સ્કૂલોના આચાર્યો મુશ્કેલીમાં મુકાઈ જતા તેની સીધી અસર સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને શિક્ષણ પર અસર પડી રહી છે.બીજી તરફ સરકારના આ નિયમો અને વાન ચાલકોની હડતાલ વચ્ચે નિર્દોષ વાલીઓ પીસાઈ રહ્યાં છે. હાલ વાલીઓને પોતાના કામ ધંધા છોડીને પોતાના સંતાનોને બાઈક ઉપર કે ખાનગી વાહનો માં લેવા મુકવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ગામડેથી આવતા બાળકોની સંખ્યા સ્કૂલોમાં ઘટી જ્વા પામી છે જેને કારણે ઘણી સ્કૂલોમાં હજી સુધી આ સમસ્યાને કારણે શિક્ષણકાર્ય શરૂ થઈ શક્યું નથી ત્યારે RTO અધિકારીએ સ્કૂલવાન, સ્કૂલ બસ ચાલકો અને રીક્ષાચાલકોની બેઠક બોલાવી હતી.અને કેટલાક સ્કૂલવાનના મહત્વના નિયમોનું પાલન કરવા સૂચના અને માર્ગદર્શન આપી જરૂરી ડોક્યુમેન્ટ પુરા પાડવા જણાવ્યું હતું. જોકે આ નિયમોનું પાલન થતું ન હોવાથી પોલીસ તંત્રએ 10 હજાર સુધીની દંડની કાર્યવાહી શરૂ કરીછે. તો વાન ચાલકો કહે છે કાગળિયા કરવામાં જ હજારો રૂપિયાનો ખર્ચ થઈ ગયો. હવે રૂપિયા ક્યાંથી લાવીએ?હાલ તો સ્કૂલ વાન બંધ કરવાના આદેશોથી વાનના પૈડાં ઠપ્પ થઈ ગયા છે.

error: