Satya Tv News

ભરુચ એલસીબીએ રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ સોસાયટી પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે હાંસોટના બુટલેગરને 2.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો

ભરુચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હાંસોટનો બુટલેગર મોહમંદ શોએબ ઉસ્માન ગણી શેખ ફોર વ્હીલ ગાડી નંબર-જી.જે.16.બી.બી.9065માં વિદેશી દારૂનો જથ્થો ભરી દઢાલ તરફ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ સોસાયટી પાસે વોચ ગોઠવી હતી પોલીસે બાતમી વાળી ગાડી આવતા તેને અટકાવી તેમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂના 480 નંગ પાઉચ મળી આવ્યા હતા પોલીસે 48 હજારનો દારૂ અને એક ફોન તેમજ ગાડી મળી કુલ 2.58 લાખનો મુદ્દામાલ કબ્જે કરી હાંસોટના ખિડકી ફળિયામાં રહેતો મોહમંદ શોએબ ઉસ્માન ગણી શેખની ઝડપી પાડી તેની પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો કાગદીવાડમાં રહેતો શાહરુખ પઠાણ પાસેથી લઈ દઢાલ ગામની સુશિલાબેન નામની મહિલાને આપવા જતો હોવાની કબૂલાત કરી હતી પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: