Satya Tv News


અંકલેશ્વર શહેરના ચૌટા બજારના પારેખ ફળિયામાં રહેતો ચોક્સી પરિવાર રાજસ્થાન જતા તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવી 8 લાખ 78 હજારની માલમત્તા પર હાથફેરો કરી જતા ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વર શહેર ચૌટા બજાર વિસ્તારમાં આવેલ પારેખ ફળીયા ખાતે રહેતા રોહિત કુમાર શાંતિલાલ ચોક્સી પરિવાર સાથે ગત 21 મી જૂન ના રોજ રાત્રે11 કલાક ઘર બંધ રાજસ્થાન ખાતે દર્શનાર્થે નીકળ્યા હતા. દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. અને ઘરના મુખ્ય દરવાજા નો નકુચા તોડી ઘર માં પ્રવેશ્યા હતા.અને કબાટ તેમજ તિજોરીમાં સમાન વેર વિખેર કરી અંદર કરો અંદર રહેલા સોના – ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

આ દ્રશ્યો ગત રોજ પાડોશી દ્વારા નકુચો તૂટેલો જોતા આ અંગે તેમને જાણ કરતા તેવો ત્વરિત અસરથી અંકલેશ્વર પરત આવવા નીકળ્યા હતા. અને ઘર આવી તપાસ કરતા ઘરમાંથી સોનાના વિવિધ દાગીના જેનું વજન 91 ગ્રામ કિંમત રૂપિયા 5 લાખ 77 હજાર 850 તેમજ 1337.5 ગ્રામ ચાંદી કિંમત રૂપિયા 90 હજાર 950 તેમજ રોકડા રૂપિયા 2.10 લાખની ચોરી કરી લઇ ગયા હતા. જે અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે 8 લાખ 79 હજાર 800 રૂપિયાની ઘરફોડ ચોરી અંગેનો ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.

error: