Satya Tv News

અંકલેશ્વરના સારંગપુર ડમ્પર નીચે બાળકને કચડી નાખી મોત નીપજાવનારા ડ્રાઇવરને અલગ અલગ કલમો હેઠળ દોઢ વર્ષની સજા અને 1,600 રૂ.નો દંડ ફટકારવામાં આવતા ડ્રાઇવરોમાં ફફડાટ ફેલાયેલો છે.

અંકલેશ્વરના સારંગપુરમાં ડમ્પર નીચે બાળકને કચડી નાખી મોત નીપજાવનારા ડ્રાઇવરને અલગ અલગ કલમો હેઠળ દોઢ વર્ષની સજા અને 1,600 રૂ.નો દંડ કરાયો છે. બનાવની હકીકત એવી છે કે, 21મી જાન્યુઆરી 2021ના રોજ સારંગપુરના વણઝારા વાસામાં અલોકસિંગ નામનો બાળક ચાલતો જઇ રહયો હતો તે સમયે ડમ્પરના ડ્રાઇવર ઇશ્વર વણઝારાએ તેને અડફેટમાં લેતાં બાળકનું મોત થઇ ગયું હતું. આ કેેસ અંકલેશ્વરની અધિક ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ બી.એન શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી ગયો હતો.સરકારી વકીલ એચ.કે.બ્રહમભટ્ટે રજૂ કરેલાં પુરાવા અને દલીલોના આધારે કોર્ટે આરોપી ડ્રાઇવર ઇશ્વર વણઝારાને વિવિધ કલમો હેઠળ તકસીરવાન ઠેરવી કુલ દોઢ વર્ષની સજા અને 1,600 રૂા.નો દંડ કરાયો છે. અંકલેશ્વરમાં બનેલા બનાવમાં કોર્ટના ચુકાદા બાદ વાહનો ગફલતભરી રીતે હંકારી નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દેનારા ડ્રાઇવરોમાં ફફડાટ ફેલાયેલો છે.

નોંધનીય છે કે ડમ્પર માલિકની જુબાની મહત્વની રહી વણઝારા વાસમાં ડમ્પરની ટકકરે બાળકનું મોત થયા બાદ ડ્રાઇવરે ઇશ્વર વણઝારાએ તેના માલિકને ફોન કરીને તેનાથી અકસ્માત થયો છે. અને તેમાં બાળકનું મોત થયું હોવાની કબુલાત કરી હતી. કેસની સુનાવણી દરમિયાન ડમ્પરના માલિકની પણ જુબાની લેવામાં આવી હતી. જે જુબાની આરોપીને સજા અપાવવામાં મહત્વની સાબિત થઇ હતી.

error: