Satya Tv News

સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોનની સહાય માટે 18 જૂનથી આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવી હતી. જેમાં 596 સ્માર્ટફોન સામે 2500 ખેડૂતોએ અરજી કરી હતી.

ભરૂચ જિલ્લામાં ખેડૂતોને સ્માર્ટફોનની સહાય માટે 18 જૂનથી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં સ્માર્ટફોન માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે જેમાં નિયમ મુજબ ફોનના કિંમતના 40 ટકા રકમ પણ વધુમાં વધુ 6 હજારની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લામાં 596 ખેડૂતોને સહાય આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, તેની સામે 2,500 ખેડૂતોએ અરજી કરી છે. ખેતીવાડી વિભાગને મળેલી અરજીઓને ન્યાય આપવા જે ખેડૂતોએ પહેલા અરજી કરી હશે તેને પ્રાથમિકતા આપવામાં આવશે. સહાય માટે જે ખેડૂતોને મંજૂરી આપવામાં આવશે તે ખેડૂતોએ ફોન ની ખરીદી કરીને તેનું બિલ તાલુકામાં રજૂ કરશે, ત્યારબાદ સહાયની રકમ ખેડૂતોને આપવામાં આવશે. જો કોઈ ખેડૂત સ્માર્ટ ફોનની સહાય નહીં લય અને તેનું ફોર્મ રદ કર્યા બાદ અન્ય ખેડૂતોને તેનો લાભ આપવામાં આવશે. વહેલા તે પહેલા ના ધોરણે વેટિંગ લિસ્ટ બનશે આ યોજના આપવા માટે વહેલી અરજી કરનાર પહેલી ટકા આપવામાં આવશે અને અને બાકી રહી ગયેલા ખેડૂતોનું વેટિંગ લિસ્ટ બનાવવામાં આવશે. પ્રથમ યાદીમાં લાભ નહીં મળે તેવા ખેડૂતો વેટિંગ લિસ્ટ માં સમાવવામાં આવશે. જો કોઈ ખેડૂત સહાય નહીં લે તો બીજાને લાભ મળશે.

error: