વાલિયા-અંકલેશ્વર માર્ગ બિસમાર બનતા કોઈક ઇસમે ભાજપનો ધ્વજ ખાડામાં લગાવી વિરોધ નોંધાવ્યો હતો
ભરૂચ જિલ્લામાં ભાજપનો વિકાસ ચોમાસાની સિઝન શરૂ થતાં જ ધોવાઈ ગયો હોવાની બુમરાણ ઉઠી છે.ત્યારે વાલીયાથી અંકલેશ્વરને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે.જેને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે રોડ ઉપરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.ત્યારે વિકાસની વાતો વચ્ચે પણ માર્ગના ખસતા હાલ જોઈ કોઈ વ્યક્તિ દ્વારા ભાજપનો ધ્વજ ખાડામાં લગાવી અનોખો વિરોધ નોંધાવ્યો છે.તેવામાં તંત્ર અને વિકાસની બુમો પાડતી સરકાર યોગ્ય પગલાં ઉઠાવે તે અત્યંત જરૂરી છે.