Satya Tv News

વિગતો મુજબ, સુરતના ભેસ્તાન વિસ્તારમાં એકલારા-ભાણોદ્રા રોડ પર સિમેન્ટ ભરેલું શંકાસ્પદ ડ્રમ અવાવરું જગ્યાએ પડ્યું હતું. ડ્રમમાં સિમેન્ટની વચ્ચે પગ જેવું કંઈક દેખાતા પોલીસને અંદર લાશ હોવાની આશંકા હતી. ડ્રમમાં રેતી અને સિમેન્ટ ભરવામાં આવ્યા હોવાથી તેનું વજન વધી ગયું હતું. આથી પોલીસે ટેમ્પામાંથી ડ્રમ મૂકીને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને અહીં ડ્રમને કટરથી કાપવામાં આવ્યું હતું. જે બાદ અંદરથી યુવતીની લાશ મળી આવતા તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા.

ડ્રમમાં યુવચીનું માથું અંદરની સાઈડ હતું અને લાશની ઉપર કાપડના ટુકડા, સિમેન્ટ અને રેતી ભરી દેવામાં આવ્યા હતા. જોકે લાશને છુપાવવા આચરાયેલી ક્રૂરતા જોઈને પોલીસ અને તબીબો પણ કંપી ઉઠ્યા હતા. મૃત યુવતી 30 વર્ષની આસપાસની હોવાનું અનુમાન છે અને તેને 2-3 દિવસ પહેલા ગળેટૂંપો આપીને હત્યા કરાઈ હોય એમ પોલીસ તથા તબીબોનું પ્રાથમિક અંદાજ છે. જોકે ડેડબોડીના ફોરેન્સિક પોર્ટમોર્ટમ બાદ આ અંગે વધુ ખુલાસાઓ થઈ શકે છે.

ભેસ્તાન પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધ્યો છે અને યુવતીની લાશ જ્યાંથી મળી હતી તે વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ મેળવવાની કામગીરી હાથ ધરી છે. ઉપરાંત સ્થાનિક લોકોના પણ નિવેદનો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

error: