Satya Tv News

સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં ભાણોદ્રા ગામની સીમમાં પ્લાસ્ટિકના બેરેલ (ડ્રમ)ની અંદરથી એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી હતી. આ મહિલાની હત્યા અન્ય કોઈએ નહીં, પરંતુ તેના જ પતિએ કરી હોવાનું બહાર આવ્યું છે. પતિએ તેની પત્નીનું ગળે ટુંપો આપી હત્યા કર્યા બાદ પ્લાસ્ટિકના બેરેલમાં લાશ મૂકીને તેમાં ઉપર સિમેન્ટ નાખી દીધી હતી. બે દિવસ સુધી પોતાના જ ઘરમાં લાશ મૂકી રાખી હતી. ડ્રમની ઉપર બેચ નંબર પરથી આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો અને મહિલાની ઓળખ પણ ત્યારબાદ જ થઇ હતી.

error: