Satya Tv News

અંકલેશ્વર એસટી ડેપોના પ્લેટ ફોર્મ નંબર-8 ઉપર બસ પાર્ક કરતાં ડ્રાઈવરને અપશબ્દો ઉચ્ચારી ત્રણ વિદ્યાર્થીઓએ માથાકૂટ કરી માર માર્યો હતો

વડોદરાની કપુરાઈ ચોકડી પાસે આવેલ દ્વારકેશ સોસાયટીમાં રહેતા અશ્વિન નારણ બારોટ છેલ્લા બે વર્ષથી રાજપીપળા ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે.જેઓ ગતરોજ રાજપીપળા ડેપોમાથી બસ નંબર-જી.જે.18.ઝેડ.7373માં મુસાફરોને લઈ અંકલેશ્વર ખાતે જવા નીકળ્યા હતા જેઓ પોણા ચાર વાગ્યે અંકલેશ્વર એસટી ડેપોના પ્લેટ ફોર્મ નંબર-8 ઉપર બસ પાર્ક કરી ઉતરી રહ્યા હતા તે દરમિયાન 10 જેટલા વિદ્યાર્થીઓ આવી અપશબ્દો ઉચ્ચારી તું રસ્તામાં અમો હાથ કરીએ છે તો કેમ બસ ઊભી નથી રાખતો કહી જતિનકુમાર રમેશ વસાવા,હિતેન્દ્રકુમાર શશિકાંત વસાવા તેમજ પ્રદીપકુમાર શના વસાવાએ ડ્રાઈવરને ધિક્કા પાટુનો માર મારી ચાલુ ફરજ દરિયાન જાનથી મારી નાખવાની ધમકી આપી જતાં રહ્યા હતા.મારામારી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

error: