અંકલેશ્વર તાલુકા ઉપરાંત આમોદ અને જંબુસર તાલુકામાં સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાઈકલો અધિકારીઓના પાપે વર્ષોથી ધૂળ ખાઈ રહી છે.
ભરુચ જીલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાઈકલો અધિકારીઓના પાપે ધૂળ ખાઈ રહી છે.ભરૂચ જિલ્લાના અધિકારીઓની બેદરકારીને કારણે ૨૫૦ થી વધુ સાયકલો વિવિધ પ્રાથમિક શાળાના એક વર્ગખંડમાં છેલ્લા આઠ વર્ષોથી ધૂળ ખાઈ રહી છે.મળતી માહિતી પ્રમાણે વર્ષ ૨૦૧૫ માં અંકલેશ્વર, આમોદ તેમજ જંબુસર તાલુકાની શાળાઓની વિદ્યાર્થીનીઓ માટે આ સાઈકલો સરકાર દ્વારા અપાય હતી પરંતુ સ્થાનિક જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓની આળસાઈને કારણે આટ આટલા વર્ષોથી આ સાયકલ જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને વિતરિત કરવામાં આવી નથી અને આ સાયકલો ધુળ ખાઈ રહી છે.ગોયાબજાર પ્રાથમિક શાળાનો એક આખો વર્ગખંડ આ સાયકલોના ખડકલાને કારણે ફાજલ રોકાય રહ્યો છે.આ સાયકલોના જથ્થાનું વર્ગીકરણ કરી એટલે કે સાયકલની સ્થિતિ હવે કેવી છે તે પ્રમાણે તેની મરામત કરવી કે ભંગારમાં વેચી દેવી તે અંગેની હિલચાલ ચાલી રહી છે.