Satya Tv News

ભરૂચના થામ ગામનો 8 વર્ષીય બાળક વરસાદમાં નહેરના પાણી જોવા માટે ગયો હતો.આ દરમિયાન તે નહેરમાં ડૂબી ગયો હતો.આ ઘટનાની જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી બાળક ના મૃતદેહને બહાર કાઢ્યો હતો

ભરૂચ જિલ્લા ગતરોજ પડેલા 7 ઇંચ મુશળધાર વરસાદના કારણે ભરૂચના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં નદી, નાળાઓ,તળાવ અને નહેરો છલોછલ થઈ ગઈ હતી. ત્યારે ગતરોજ ભરૂચ તાલુકાના થામ ગામનો 8 વર્ષીય મહોમદ હુસેન મન્સૂરી વરસાદી માહોલમાં નહેરના પાણી જોવા માટે ગયો હતો.આ સમય દરમિયાન તે પાણીમાં ડૂબી ગયો હતો.આ ઘટનાની જાણ તમ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકને શોધવાની કવાયતમાં લાગી ગયા હતાં.જોકે ભારે જહેમત બાદ મહોમદ હુસેન મન્સૂરીનો મૃતદેહ હાલતમાં મળી આવ્યો હતો.ફાયરની ટીમે તેના મૃતદેહને બહાર કાઢ્યો હતો.આ મામલે તાલુકા પોલીસે મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.જોકે 8 વર્ષીય મહોમદ હુસેનના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

error: