અંકલેશ્વરમાં ૯ વર્ષ પહેલા પારિવારિક ઝગડામાં સાસને પાઇપનો સપાટો મારી આંગળી તોડી નાખનારા જમાઇને કોર્ટે ૨ વર્ષ કેદની સજા ફટકારી છે
અંકલેશ્વરમાં નજીવી બાબતે સાસુને પાઇપના ફટકા મારી દેનારા જમાઇને કોર્ટે ૨ વર્ષ કેદની સજા ફટકારી હતી.બનાવની હકીકત એવી છે કે, વર્ષ ૨૦૧૪માં અંકલેશ્વરના તાડ ફળીયામાં રહેતા આશીફ ઉર્ફે સલમાન નઝીરપઠાણ સાથે અન્ય ધર્મની યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા.બંને વચ્ચે થોડા સમયમાં ઝગડા શરૂ થઇ ગયા હતા.યુવતીએ તેના માતા-પિતાને જાણ કરતા તેઓ દીકરીને સાસરે આવ્યા હતા અને આશીફે તેના મામાના ધરે સમાધાન કરવા માટે તેઓને લઇ જતો હતો.તે દરમ્યાન ચૌટાનાકા પાસે યુવતીના પરિજનોએ મામાના ઘરે જવાની ના પાડી હતી.જેથી આશીફ ઉશ્કેરાઇ ગયો હતો અને રીક્ષામાંથી પાઇપ લાવીને સસરાને મારવા ગયો હતો પણ આ સમયે સાસુ વચ્ચે આવી જતા તેની આંગળીમાં પાઇપ વાગી જતા હાડકુ બહાર આવી ગયુ હતુ. સાસુએ તેના જમાઇ સામે પોલીસ ફરિયાદ નોધાવતા કેસ અંકલેશ્વરની કોર્ટમાં ચાલતો હતો.કેસની સુનાવણીમાં સરકારી વકીલની દલીલોને ગ્રાહય રાખી ન્યાયાધીશે આરોપીને ૨ વર્ષ ની સખ્ત કેદની સજા અને રૂ. ૨૦૦૦નો દંડ નો હુકમ કર્યો હતો.