Satya Tv News

એકતા એજ લક્ષ્ય સંગઠન ભરૂચ માં સતત ધર્મ જાગૃતિ અને સામાજિક પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે ત્યારે આજ રોજ પર્યાવરણ ની જાળવણી અને ગ્લોબલ વોર્મિંગ ને ધ્યાન માં લઈને તારીખ ૪ ઓગસ્ટ ને રવિવારે એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા રામ જાનકી આશ્રમ ખાતે વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું. એકતા એજ લક્ષ્ય સંગઠન ના કાર્યકર્તાઓ ,જીજે૧૬ પેડલર્સ સાયકલ ગ્રુપ ના સભ્યો તેમજ કોટા ગુરુકુળ ના કેટલાક બાળકો એ સાથે મળી ને કૈલાશ પતિ, પીપળો, સીતાફળ,લીમડો, બિલી,ચીકુ, આંબા જેવા ૧૦૦ થી વધુ વૃક્ષો નું રોપણ કરી તેના જતન ની જવાબદારી લીધી છે.અત્રે નોંધનીય છે કે એક જ મહિના માં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા આ બીજો વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો છે.રામ જાનકી આશ્રમ નદીકિનારે આવેલું હોય અને કેટલાક સમય થી ભરૂચ વાસીઓ પરિવાર સહિત ભગવાન ના દર્શને આવતા હોય છે ત્યારે આ વૃક્ષા રોપણ કાર્યક્રમ દ્વારા રોપાયેલા વૃક્ષો મોટા થતાં ત્યાં આવતા ભક્તો ને નર્મદા નદી ના કિનારે કુદરતી સૌંદર્ય થી ભરપૂર શાંત અને પવિત્ર વાતાવરણ મળી રહેશે.એકતા એજ લક્ષ્ય સંગઠન અન્ય સમાજ સેવી સંસ્થા અને સંગઠન ને પણ પર્યાવરણ લક્ષિ કાર્યક્રમ કરવા વિનંતી કરે છે અને નગરજનો ને એવા કાર્યક્રમ માં ભાગ લઈ સામાજિક જવાબદારી નિભાવવા અપીલ કરે છે

error: