Satya Tv News

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો આજનો દિવસ આનંદમાં વિતાવશે તેમજ ગુમાવેલા અવસર પાછા મળશે અને નોકરીમાં સારા અધિકાર મળશે, વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે

વૃષભ (બ.વ.ઉ.)
ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે અને સરકારી કામમાં અનુકૂળતા રહેશે તેમજ ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે અને વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે

મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને અંગત કાર્યોમાં સાવધાની રાખવી તેમજ કામમાં મહેનત વધારે કરવી પડશે અને ધન બાબતે પરેશાની જણાશે, વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે

કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને ટેન્શનવાળા કાર્યોથી દૂર રહેવું તેમજ ખાવાપીવામાં કાળજી રાખવી અને વડીલ વર્ગથી તકલીફ જણાશે તેમજ ખર્ચનું પ્રમાણ અધિક જણાશે

સિંહ (મ.ટ.)
પરિવારમાં પ્રીતિ જળવાશે અને મનપસંદ કાર્યોમાં રુચિ વધશે તેમજ આર્થિક સુખ સારું મળશે, કામકાજમાં પ્રગતિ થશે

કન્યા (પ.ઠ.ણ.)
ધારેલા કામમાં સફળતા મળશે અને વિરોધપક્ષથી વિજય મેળવશો તેમજ નીતિ-રીતિથી કામ કરશો લાભ થશે, કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે

તુલા (ર.ત.)
ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે અને સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે તેમજ સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે, લેવડ-દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે

વૃશ્ચિક (ન.ય.)
પરેશાની કામને બગાડશે અને અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા તેમજ ધારેલા કાર્યોમાં રૂકાવટ જણાશે અને મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે

ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે અને રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે તેમજ આર્થિક બાબતોમાં વિકાસ થશે, સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે

મકર (ખ.જ.)
રોગ, ઋણ અને વિવાદમાં સાવધાની રાખવી અને નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે તેમજ સંતાનના કાર્યોમાં સફળતા મળે અને ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે

કુંભ (ગ.શ.ષ.સ.)
મનપસંદ કામમાં સફળતા મળશે અને આપની ભાવનાઓની કદર થશે તેમજ પદોન્નતિ માટે નવી તકો મળશે, ધંધામાં સુધારો જોવા મળશે

મીન (દ.ચ.ઝ.થ.)
સાવચેતીથી કામ કરવું અને અચાનક ખર્ચથી પરેશાની વધશે તેમજ નોકરીમાં થોડી પરેશાની જણાશે, ધંધામાં મધ્યમ લાભ થશે

error: