Satya Tv News

વેજલપુર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી 22 વર્ષીય યુવતીએ 20 દિવસ પહેલા પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જે અંગે મૃતકના ભાઇને ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી કે મૃતક યુવતી તેના સગા માસાની ચાંગોદરમાં આવેલી ફાર્મા કંપનીમાં કામ કરતી હતી. ત્યારે તેના માસાએ તેના પર અવારનવાર દુષ્કર્મ આચરતા તે પ્રેગનેન્ટ થઇ હતી. જેથી લાગી આવતા તેણે અંતિમ પગલું ભર્યું હતું.

મૃતક યુવતીએ તેના માસા અને તેની વચ્ચે થયેલી ઇન્સ્ટાગ્રામ ચેટનો વિડીયો પણ આત્મહત્યા કરતા પહેલા તેની સાથે કામ કરતી યુવતીને મોકલી આપ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ગત 1લી જુલાઇના રોજ તેણે નોકરી છોડી દીધી હતી અને ત્યારબાદ તે માનસિક રીતે અસ્વસ્થ રહેતી હતી. તે પછી 13 જુલાઇના રોજ ગળાફાંસો ખાઇને તેણે આત્મહત્યા કરી લીધી હતી. જો કે આ સમયે તેની આત્મહત્યાના કારણ અંગે ચોક્કસ ખુલાસો થયો નહોતો. પરંતુ, ઘટનાના બે દિવસ બાદ યુવતીની પાડોશમાં રહેતી અને તેની સાથે ફાર્મા કંપનીમાં કામ કરતી યુવતીના બહેને દિશાના ભાઇને ફોન કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

error: