https://www.instagram.com/reel/C-XPw1Agj6d/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
અંકલેશ્વર ડિવિઝનના છ પોલીસ મથકમાં ઝડપાયેલ ₹1.18 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો
અંકલેશ્વર ડિવિઝનમાં આવેલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન, અંકલેશ્વર બી ડિવિઝન, તાલુકા પોલીસ મથક,જીઆઇડીસી પોલીસ મથક,પાનોલી પોલીસ મથક અને હાસોટ પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા તેમજ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા કુશલ ઓઝા સહિતના અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રૂપિયા 1.18 કરોડની કિંમતની એક લાખથી વધુ વિદેશી દારૂની બોટલ પર બુલ્ડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો