Satya Tv News

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામથી જૂના માંડવા ગામ તરફ જતાં ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે માંડવા ટોલ ટેક્સની બાજુમાં ખેતરમાં રહેતો મહેન્દ્ર ઉર્ફે મંદો જીવણ વસાવા માંડવા ગામથી જૂના માંડવા ગામ તરફ જવાના ત્રણ રસ્તા નજીક જૂના ગામ બાજુના રોડ ઉપર એક્ટિવા ગાડી નંબર-જી.જે.સી.ક્યૂ.9914 ઉપર વિદેશી દારૂનો જથ્થો ઝાડીમાં સંતાડવા આવનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી વાળો ઈસમ આવતા તેને અટકાવી તેની તપાસ કરતાં તેના પાસેથી વિદેશી દારૂની 56 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 28 હજાર અને એક્ટિવા મળી કુલ 73 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મંદો જીવણ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર કરજણ તાલુકાનાં કંડારી ગામનો બુટલેગર અમિત વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે

error: