સુરતના ડીંડોલી પોલીસ મથકમાં સ્કૂલના યુનિફોર્મમાં 15 વર્ષીય દીકરી આવી પહોંચી હતી. અહીં ‘પિતા રાત્રે સાથે સૂવા દબાણ કરે છે અને છેડતી પણ કરે છે અને જો પોલીસ ફરિયાદ કરીશ તો મારી નાખીશ…’સગીરાના આ શબ્દો સાંભળી પોલીસ ચોંકી ગઈ હતી. આથી પોલીસે પિતાએ પોતાની સગી દીકરીની રાત્રિના સમયે બેવાર છેડતી કરી હોવાની ફરિયાદ ડીંડોલી પોલીસ મથકમાં નોંધી છે. દીકરીની આપવીતી સાંભળીને પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપી પિતાની ધરપકડ કરી હતી.