આજથી 10 દિવસ પહેલાં જે શાકભાજી 20થી 30 રૂપિયાના ભાવે મળતી હતી, તેના ભાવમાં એકદમ ઉછાળો આવ્યો છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તેમજ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદની સીઝન ખેચાવાને કારણે શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે. પરિણામે શાકભાજીના ભાવ વધ્યા છે.
શાકભાજીના રિટેલ ભાવની વાત કરવામાં આવે, તો ટામેટા 70થી 80 રૂપિયા કિલો, લીલા મરચાં 60થી 79 રૂપિયા કિલો, ગીલોડા 60થી 70 રૂપિયા કિલો, કાકડી 40થી 50 રૂપિયા કિલો, દૂધી 30થી 40 રૂપિયા કિલો, ગવાર 90થી 100 રૂપિયા કિલો, સિમલા મરચા 90થી 100 રૂપિયા કિલો, બટાકા 30થી 40 રૂપિયા કિલો, ડુંગળી 40 થી 45 રૂપિયે કિલો, આદુ 160 રૂપિયા કિલો, લીંબુ 80 રૂપિયા કિલો, કોબીજ 50 રૂપિયા કિલો, લીલા ધાણા 100થી 120 રૂપિયા કિલો, કારેલા 30થી 40 રૂપિયા કિલો, પાલક 100 રૂપિયા કિલો,ફુલાવર 70થી 80 રૂપિયા કિલો,ભીંડા 40થી 45 રૂપિયા કિલો, તુંરિયા 70થી 80 રૂપિયા કિલો, ગાજર 40થી 45 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે.