વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ કાનપુરના ભીમસેન સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. ટ્રેન પાટા પરથી કેવી રીતે ઉતરી? રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માત બાદ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કાનપુર નજીક ટ્રેક પર રાખવામાં આવેલી વસ્તુ સાથે અથડાયા બાદ સાબરમતી એક્સપ્રેસનું એન્જિન આજે સવારે 02:35 વાગ્યે પાટા પરથી ઉતરી ગયું હતું. સાબરમતી એક્સપ્રેસનું પાટા પરથી ઉતરવું માત્ર એક અકસ્માત નહિ પરંતુ તેની પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે છે.
ટ્રેનના ડ્રાઇવરે કહ્યું છે કે એક પથ્થર એન્જિન સાથે અથડાયો હતો જેના કારણે એન્જિનનો પશુ રક્ષક ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો/વાંકો થયો હતો. આ પછી એન્જિન પાટા પરથી ઉતરી ગયું. પ્રાથમિક તપાસ મુજબ રેલવે ટ્રેકમાં કોઈ ફ્રેક્ચર નથી.અમદાવાદની આગળની મુસાફરી માટે મુસાફરો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.સાબરમતી ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રયાગરાજ ડિવિઝનના ડીઆરએમ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને બસ દ્વારા કાનપુર મોકલવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ અકસ્માત સ્થળ અને નિયંત્રણ કચેરીમાં હાજર છે. અકસ્માત રાહત વાહન પણ રવાના થયું છે.