Satya Tv News

મહારાષ્ટ્રના બદલાપુર શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બદલાપુર પૂર્વમાં એક પ્રતિષ્ઠિત શાળામાં સફાઈ કામદાર દ્વારા બે ચાર વર્ષની બાળકીઓનું યૌન શોષણ થયા બાદ સ્થાનિકો ગુસ્સે ભરાયા છે. લોકોએ થાણે વિસ્તારમાં બબાલ મચાવી છે. લોકોએ મુંબઈ રેલવેની લોકલ ટ્રેન રોકીને પાટા ઉપર બેસી ગયા છે. લોકોનો ગુસ્સો આસમાને છે. પોતાની નાબાલિગ બાળકીઓની સ્કૂલોમાં સિક્યોરિટી બાબલે સવાલો કરી રહ્યા છે. શરૂઆતમાં શાળા પ્રશાસન અને પોલીસે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે પીડિત યુવતીઓના માતા-પિતા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા તો મહિલા પોલીસ અધિકારીએ તેમને લગભગ 12 કલાક સુધી બેસાડી રાખ્યા.

એ પછી બબાલ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શુભદા શિતોલેની તાત્કાલીક થાણે કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે. આ પછી શાળાના આચાર્ય, સંબંધિત વર્ગ શિક્ષક અને બે સહાયક કર્મચારીને નોકરીમાંથી છૂટા કરી દેવાયા છે. જો કે શાળા પ્રશાસને હજુ સુધી આ બાબતે વાલીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી નથી. શાળા પ્રશાસન કોઈ વાત કરવા તૈયાર ન હોવાને કારણે વાલીઓ હાલ ખૂબ જ ગુસ્સે ભરાયા છે.

બાળકીઓ સાથે દુષ્કર્મ કરનાર સફાઈ કર્મચારીના કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે. શાળા દ્વારા વાલીઓને માફી પત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં કહ્યું છે કે, જે બન્યું તે દુર્ભાગ્યપૂર્ણ, ઘૃણાસ્પદ અને નિંદનીય છે. શાળા પ્રશાસને કહ્યું છે કે, અમે આરોપીઓ સામે કાર્યવાહી કરવા પોલીસને સંપૂર્ણ સહકાર આપ્યો છે.

error: