બાંગ્લાદેશની સામે ટેસ્ટ સીરીઝ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓ ચેન્ન્ઇમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. ત્યાર આ દરમિયાન રવિવારે વિરાટ કોહલીના એક શોટથી દિવાલનો એક ભાગ તૂટી ગયો હતો. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રિપોર્ટ અનુસાર ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન કોહલીનો એક શોટ ડ્રેસિંગ રૂમની નજીકની દિવાલ સાથે અથડાયો અને તેમાં બોલના કદનું એક મોટું કાણું પડી ગયું.
બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ 19 સપ્ટેમ્બરથી રમાશે. કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં એકત્ર થઈ હતી. જ્યાં ટીમ ચાર દિવસીય શિબિરમાં ભાગ લઈ રહી છે. આ ઘટનાની જાણ જિયા સિનેમા દ્વારા કરવામાં આવી છે. ભારતીય ટીમના ખેલાડીઓએ સતત ચોથા દિવસે પ્રેક્ટિસ કરી હતી.